Alert: તમારા ફોનથી લાગી શકે છે કોરોના વાઈરસનો ચેપ, બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન

શું મોબાઈલ ફોનથી પણ કોરોના વાઈરસ ફેલાઈ શકે છે? સવાલ થોડો ગંભીર છે પરંતુ મહત્વનો છે. ડોક્ટરોનું કહેવું છે કે મોબાઈલ ફોનથી પણ કોરોના વાઈરસ ફેલાવવાની શક્યતા છે.

Alert: તમારા ફોનથી લાગી શકે છે કોરોના વાઈરસનો ચેપ, બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન

નવી દિલ્હી: શું મોબાઈલ ફોનથી પણ કોરોના વાઈરસ ફેલાઈ શકે છે? સવાલ થોડો ગંભીર છે પરંતુ મહત્વનો છે. ડોક્ટરોનું કહેવું છે કે મોબાઈલ ફોનથી પણ કોરોના વાઈરસ ફેલાવવાની શક્યતા છે. જ્યારે વાઈરસથી બચવા માટે તમને બાયોમેટ્રિક અને લિફ્ટના બટનથી લઈને દરવાજાના હેન્ડલ સુદ્ધાને અડવાની ના પાડવામાં આવી રહી છે તો એવા સંજોગોમાં મોબાઈલ ફોનને સુરક્ષિત રાખવો લગભગ અશક્ય છે. આથી તમારે આ બધી વાતો પર ધ્યાન આપવું પડશે નહીં તો તમે પણ કોરોના વાઈરસનો શિકાર બની શકો છો. 

સ્માર્ટફોનથી કેવી રીતે ફેલાય છે વાઈરસ
અમારી સહયોગી ઝીબિઝ ના અહેવાલ મુજબ એક મેડિકલ સાયન્ટિસ્ટે ચેતવણી આપી છે કે કોરોના વાઈરસ ગમે ત્યાંથી લોકોમાં ફેલાઈ શકે છે. એક રિપોર્ટ મુજબ જો તમે તમારા સ્માર્ટફોનની સ્ક્રિનને વારંવાર ટચ કરતા હોવ તો તમારે તમારા ચહેરાને સ્પર્શતા પહેલા બંને હાથને બરાબર સાબુથી ધોઈ લો. કારણ કે તમારા સ્માર્ટફોનની સ્ક્રિન દ્વારા પણ કોરોના વાઈરસ તમારામાં પ્રવેશી શકે છે. કોરોના વાઈરસ નિર્જીવ વસ્તુની સપાટી પર લગભગ એક અઠવાડિયા સુધી જીવતો રહી શકે છે. જો કે માણસના શરીરમાંથી તે કફ કે છીંક સ્વરૂપે બહાર આવે છે. વાઈરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ ચેપ લાગેલા વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી થાય છે. 

દર દોઢ કલાકે તમારો ફોન ચોખ્ખો કરો
ફોર્ટિસ હોસ્પિટલના ડો.રવિ શંકર ઝાનું કહેવું છે કે તમારે તમારા સ્માર્ટફોનને દર 90 મિનિટે એકવાર સેનિટાઈઝરથી સાફ કરતા રહેવો જોઈએ. જો તમે સતત ફોનનો ઉપયોગ કરતા હોવ તો તેને તમે મોઢા પર કે ચહેરાથી દૂર રાખો. 

જુઓ LIVE TV

ટોઈલેટ સીટથી 3 ગણા વધારે ગંદા હોય છે મોબાઈલ ફોન
2018માં છપાયેલા એક સ્ટડી મુજબ તમારો સ્માર્ટફોન કોઈ ટોઈલેટની સીટ કરતા 3 ગણા વધારે ગંદા હોય છે. વારંવાર વિભિન્ન જગ્યાઓ પર રાખવાથી કે પકડવાના કારણે મોબાઈલ ફોન પર બેક્ટેરિયા અને વાઈરસ ભારે પ્રમાણમાં જોવા મળે છે. Insurance2Go પત્રિકામાં છપાયેલા આ સ્ટડી મુજબ 6 મહિનામાં 20માંથી એક વ્યક્તિ જ પોતાના મોબાઈલને બરાબર સાફ કરે છે. 

સ્માર્ટફોનથી વાઈરસની ચપેટમાં આવતા કેવી રીતે બચશો?
જાણકારોનું કહેવું છે કે આલ્કોહોલ વાઈપથી સ્માર્ટફોનને સાફ કરવાથી વાઈરસ ખતમ થાય છે. આ બાજુ વાઈરસથી બચવા માટે લોકોને સેનિટાઈઝરથી હાથ ચોખ્ખા કરવાની સલાહ અપાઈ રહી છે. જો કે સાબુ વધુ કારગર છે એવું અભ્યાસમાં જાણવા મળ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news